અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ફ્લાવર શોનું આયોજન તાઃ- ૩૧/૧૨/૨૦૨૨ થી ૧૨ ૦૧ ૨૦૨૩ દરમ્યાન આયોજન ક૨વામાં આવેલ છે. મુલાકાતીઓને ટિકિટ ખરીદવા લાંબી કતારમાં ઉભા ના રહેવું પડે તે હેતુસર સાબરમતી રિવરફ્રન્ટ દ્વારા ઓનલાઇન ટિકિટિંગની સુવિધા શરૂ કરવામાં આવેલ છે. ફ્લાવર શોના મુલાકાતીઓ ફ્લાવર પાર્ક નજીક મુકેલ ટિકિટ કાઉન્ટર ઉપરાંત ઘર બેઠા પણ સરળતાથી ઓનલાઇન ટિકિટ બુક કરી શકશે. મુલાકાતીઓ ઓનલાઇન બુકીંગ રિવરફ્રન્ટ ની વેબસાઈટ WWW.
|sabarmatiriverfront. com તેમજ WWW. |riverfrontparkticks. com
પર જઈને કરી શકશે.. તેમાં બુકીંગ માટે પોતાનું નામ, મોબાઈલ નંબર તેમજ ઈ-મેલ આઈડી નાખવાનું રહશે. ત્યાર બાદ લોકોને ફ્લાવર શો ની ટિકિટ તેમના મોબાઈલ નંબર તેમજ ઈ-મેલ આઈડી પર મળી જશે. તદુપરાંત લોકો પાર્કિંગ એરિયા તેમજ ટિકિટબારી નજીક લગાવેલ ઊઇ કોડ સ્કેન કરીને પણ ટિકિટ બુક કરી શકશે. ઓનલાઇન બુકીંગ માટેનો સમય સવારે ૯ વાગ્યા થી રાત્રે ૯ વાગ્યા સુધી રહેશે. રાત્રીના ૯ વાગ્યા બાદ ટિકિટ બુક કરી શકાશે નહિ.