નવજીવન વિહાર ફ્લેટ ના ત્રીજા માળ ઉપર આવેલ એક બંધ મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો બોટલ નંગ ૯૬ મળી આવેલ જેની કુલ કિ.રૂ.૪૮,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી
અમદાવાદ: 10’01’2023
ગુજરાત માં દારુ બંધી હોવા છતા પણ રાજ્યમાં દારુની રેલમ છેલ જોવા મળે છે. દારૂબંધી માટે પોલીસ સતત તેમની (Police) કડક કાર્યવાહી વધારે છે છતા પણ દારુની હેરફેર કરતા બૂટલેગરોમાં વધારો જોવા મળે છે. આજે અમદાવાદના દારુનો જથ્થો ઝડપાયો છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય નાઓએ પ્રોહી./જુગારની અસરકારક કામગીરી કરવા અંગેની આપેલ સુચના અંતર્ગત કામગીરી હેઠળ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વિવેકાનંદનગર પો.સ્ટે. ના પોલીસને ખાનગી હકીકત મળેલ કે હિરેન વિનોદભાઇ જાતે-દવલકર રહે. સી ૨૦૫, નવજીવન વિહાર ફ્લેટ, રેલ્વે ફાટક પાસે, ગેરતપુર, તા.દસ્ક્રોઇ જી.અમદાવાદ નાઓએ નવજીવન વિહાર ફ્લેટ ના ત્રીજા માળ ઉપર આવેલ એક બંધ મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જે બાતમી હકીકત આધારે પ્રોહિબીશન અંગે રેઈડ કરતા મેકડોવેલ્સ ગ્રીનલેબલ બ્રાંડની ધ રીચ બ્લેન્ડ વિસ્કીના ૭૫૦ એમ.એલ.ની કાચની કંપની શીલબંધ બોટલ ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી ના બનાવટના માર્કાની છે જે એક બોટલની કિ.રૂ.૫૦૦/- લેખે છે તે કુલ બોટલ નંગ ૯૬ મળી આવેલ જેની કુલ કિ.રૂ.૪૮,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કેરલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:-આ કામગીરી કરવામાં પોલીસ ઇન્સ. એમ.એ.વાધેલા સા. તથા એ.એસ.આઈ. રવિન્દ્રસિંહ સુર્યસિંહ તથા એ.એસ.આઈ. રૂપાભાઈ મશરૂભાઈ પો.કો. ઇન્દ્રવિજયસિંહ માલદેવસિંહ, પો.કો. હિમાંશુ મહેશભાઇ, પો.કો. શૈલેષભાઇ બળદેવભાઇ,પો.કો. ઈન્દ્રજીતસિંહ લાલુભા, પો.કો. મયુરસિંહ નરેન્દ્રસિંહ તથા પો.કો. વિજયસિંહ પ્રભાતસિંહ વિગેરે પોલીસ સ્ટાફે સાથે રહી કામગીરી કરેલ છે.