ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારો થયા છે. સિનિયર IPS અધિકારીઓના પ્રમોશનના આદેશ અપાયા છે. જેમાં પ્રેમવિરસિંહને IG તરીકે પ્રમોશન અપાયું છે, જ્યારે પિયુષ પટેલને ADGP તરીકે પ્રમોશન અપાયું છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારના ગૃહ મંત્રાલયે સરકારના સિનિયર પોલીસ અધિકારીઓને પ્રમોશન આપ્યું છે. ગૃહમંત્રાલય દ્વારા સિનિયર IPS અધિકારીઓના પ્રમોશનના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં પ્રેમવિરસિંહને IG તરીકે પ્રમોશન અપાયું છે. જ્યારે 7 SP કક્ષાના અધિકારીઓના ગ્રેડ સુધારાયા છે.
ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર અને 2005 બેચના IPS અધિકારી પ્રેમવીરસિંહને પ્રમોશન અપાયું છે.
તેઓને IG તરીકે પ્રમોશન અપાયું છે. જ્યારે સુરત રેન્જ IG તરીકે ફરજ બજાવતા 1998 બેચના IPS અધિકારી પિયુષ પટેલને ADGP (Additional Director General Of Police) તરીકે પ્રમોશન અપાયું છે.
જ્યારે 7 એસપી કક્ષાના અધિકારીઓના ગ્રેડ સુધારવામાં આવ્યા છે. જેમના નામ નીચે મુજબ છે.
7 SP કક્ષાના અધિકારીઓના ગ્રેડ સુધારાયા
IPS જયપાલસિંહ રાઠોર
IPS ડૉ.લીના માધવરાવ પાટીલ
IPS શ્વેતા શ્રીમાળી
IPS નિર્લિપ્ત રાય
IPS દીપકકુમાર મેઘાણી
IPS મહેન્દ્ર બગરીયા
IPS સુનિલ જોશી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહિની 31મી જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા નિવૃત્ત થશે તેમ નિશ્ચિત મનાય રહ્યું છે. ગુજરાતમાં હવે ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે, આ જોતા હાલના ડીજીપી આશિષ ભાટીયાને ફરી એક્સટેન્શન મળે તેવી સંભાવના ખૂબ જ ઓછી છે. આવા સંજોગોમાં ગુજરાતના નવા ડીજીપી કોણ બનશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે આજે રાજ્યના ગૃહ વિભાગે પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કર્યા છે.