કેન્દ્રીય ગૃહમંત્રી ઉત્તરાયણના પર્વ પર ગુજરાતના મહેમાન બન્યા છે, તેઓ શુક્રવારે સાંજે અમદાવાદ આવ્યા બાદ આજે સવારે પરિવાર સાથે જગન્નાથ મંદિરના દર્શન કરીને પર્વની ઉજવણીની શરુઆત કરી છે.ગૃહમંત્રી શાહ આ પછી અમદાવાદ અને કલોલમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરશે. આ દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથ મંદિરે પહોંચીને ભગવાન જગન્નાથના મંદિરમાં પરિવાર સાથે આરતી અને પૂજા-અર્ચના કરી મહંત દિલીપદાસજી મહારાજ પાસે આશિર્વાદ પણ લીધા હતા. આજના તહેવારે જગન્નાથ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં શાહ ઉપસ્થિત રહ્યા હતા. હવે તેઓ અહીંથી વેજલપુર પહોંચશે અને કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવશે.
અમદાવાદમાં અને ઘાટલોડિયામાં અમિત શાહ કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરવાના છે. અહીંથી તેઓ બપોરે કલોલમાં ઉત્તરાયણની ઉજવણી કરવા માટે જવાના છે. શાહ કલોલમાં પૌરાણિક મંદિર શ્રી કપિલેશ્વર મહાદેવમાં શીશ ઝુકાવવાના છે. અમિત શાહ અહીં પંચવટી વિસ્તારમાં આવેલા સ્નેહગ્રીન ફ્લેટના ધાબા પરથી પતંગ ચગાવશે. અમિત શાહના આગમન પહેલા કલોલના ધારાસભ્ય સહિત કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે. શાહના આગમન પહેલા અહીં વિવિધ તૈયારીઓ કરી રાખવામાં આવી છે.
મકર સંક્રાંતિ અને ઉતરાયણ ના પર્વે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત ભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ગોતા વંદેમાતરમ વિસ્તારમાં શુકન રેસિડેન્શિ ખાતે પતંગ ઉડ્ડયન નો આનંદ માણ્યો હતો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા મત વિસ્તાર ઘાટલોડિયા અને ગૃહ મંત્રી અમિત ભાઈના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ગોતા વંદે માતરમ વિસ્તારના રહીશો સાથે અમિત ભાઈ અને ભૂપેન્દ્ર પટેલ મુક્ત ગગનમાં પતંગ ઉડાવી
ઉતરાયણ પર્વમાં સહભાગી થયા હતાતેમણે લોકોનું અભિવાદન ઝીલી ને અને રંગબેરંગી ફુગ્ગા આકાશમાં છોડીને આ પર્વને લોકોત્સવ બનાવ્યું હતું