કાવ્ય અંજલિ, શ્રમિકોને ઠંડીથી રક્ષણ માટે ધાબડા અને સ્વેટર વિતરણ નવનિર્વાચિત ધારાસભ્યો નું સન્માન
પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ 30મી માર્ચે ભવ્ય અને દિવ્ય ફાગ મહોત્સવ, રાજસ્થાન સ્થાપના દિવસ, સાંસ્કૃતિક સંધ્યાનું ભવ્ય આયોજન, આ કાર્યક્રમ માતૃ શક્તિને સમર્પિત રહેશે તેવી ઘોષણા વ્યવસ્થા કરવામાં આવી
ગુજરાત ફાઉન્ડેશન દ્વારા આજે મહારાણા પ્રતાપસિંહજીના સ્મરણ દિવસ નિમિત્તે સેટેલાઈટ રોડ પરના એક પાર્ટી પ્લોટ માં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વેજલપુર ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, બાપુનગર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શ્રી દિનેશ સિંહ કુશવાહ, ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રના પ્રભારી ડોક્ટર અનિલભાઈ પટેલ, ગુજરાત ફાઉન્ડેશનના પ્રમુખ નરેન્દ્ર પુરોહિત, ભાજપ અને ભાષા સેલ ગુજરાત સંયોજક શ્રી અતુલજી મિશ્રા,ઉદ્યોગપતિ અરવિંદભાઈ અગ્રવાલ, શ્રી ચંપાલાલજી અણખોલ, “અદ્ત જીવન કી ઓર” પુસ્તકના લેખક ભાગીરથજી પુરોહિત, ભાજપ ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ શ્રદ્ધા રાજપુત, પાલડી ભાગ સંઘચાલક માનનીય શૈલેષભાઈ ઝાલા અને વિવિધ સમાજના આગેવાનો, મહિલા આગેવાનો, ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ કવિ શ્રી ઓ પી અગ્નિહોત્રી, સંપત્ત જી લોહાર, મુકેશ વ્યાસે પોતાની કાવ્ય રચનાથી ઉપસ્થિતિ જનમેદનીને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ કાર્યક્રમને સંબોધન કરતા અમિતભાઈ ઠાકરે જણાવ્યું કે પરમ આદરણીય મહારાણા પ્રતાપસિંહજીએ પોતાનું સર્વસ્વર ન્યોછાવર કરી હિન્દુત્વ અને આ દેશની માટીની રક્ષા કરી છે તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરી હું ગોરવ અનુભવ કરું છું ,આ નિમિત્તે બોલતા તેઓએ કહ્યું કે રાજસ્થાની લોકો મારા વિધાનસભામાં ખૂબ મોટી સંખ્યામાં રહે છે અને તેઓ મત રૂપી આશીર્વાદ આપી મને જંગી બહુમતીથી જીતાડ્યો છે માટે તેઓનું આભારી છું. રાજસ્થાની સમાજ પણ ગુજરાતના વિકાસમાં ખૂબ મોટો રોલ અદા કરે છે, મારા યોગ્ય કામકાજ હોય તો “સેવાલય” માં ગમે ત્યારે આપ આવી શકો છો.
દિનેશ સિંઘ કુશવાએ પોતાના ઉદબોધનમાં કહ્યું કે હું પ્રવાસીઓનું પ્રતિનિધિ છું મને ગુજરાતના દરેક પ્રવાસીએ ખૂબ આશીર્વાદ આપ્યા છે હું પ્રવાસીઓના કામ માટે ઉપલબ્ધ મળીશ
આ કાર્યક્રમમાં સમર્પણ પાર્ટી પ્લોટના માલિક પ્રવીણભાઈ પુરોહિત, રાહુલભાઈ અગ્રવાલ, કેદારભાઈ સાવરકર ,સુનિલભાઈ શર્મા વિનત જી અગ્રવાલ, ધર્મેન્દ્રસિંહજી અરોડા, હેતલબેન અમીન, ચિરાગભાઈ બોહરા, મેહુલભાઈ પંડ્યા, ગિરધારીસિંહ મોદરાન,હરિસિંહ તુલસીભાઈ પટેલ હર્ષાબેન પટેલ નો વિશેષ સહયોગ હતી