૩૦ કરોડની મલાઈ કોણ કોણ ખાઈ ગયુંઃ ગૃહમંત્રાલય પણ ચોંક્યું, હવે કોનો વારો આવશે

૩૦ કરોડની મલાઈ કોણ કોણ ખાઈ ગયુંઃ ગૃહમંત્રાલય પણ ચોંક્યું, હવે કોનો વારો આવશે

Views: 109
0 0
Spread the love

Read Time:3 Minute, 45 Second

૧૫૬ સીટોની ભવ્ય જીત બાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર હજુ માંડ – સેટ થઈ રહી છે ત્યાં ગૃહમંત્રીના તાબા હેઠળના ગૃહમંત્રાલયમાં ૩૦ કરોડની મલાઈનો કિસ્સો આજે ચર્ચાસ્પદ બન્યો છે.

જે સામે હર્ષ સંઘવી પણ ધૂઆપૂ છે. આજે ડીજીપીના એક સમયના ખાસ પીઆઈ સહિત ૩ અધિકારીઓને સ્પેન્ડ કરી દેવાયા છે. ગુજરાતના ચર્ચાસ્પદ – ડીંગુચા પ્રકરણમાં સંડોવાયેલા દહિયાને આજે સસ્પેન્ડ કરી દેવાયા છે. હર્ષ – સંઘવીએ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર તવાઈ બોલાવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગૃહમંત્રીએ પોલીસ બેડામાં જ સફાઇ – શરૂ કરી દીધી છે. જેમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર તવાઈ બોલાવી છે. આ સાથે જ આજના દિવસમાં ૩ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જેમાં એક નામ ખુબ ચર્ચામાં છે તે છે પીઆઇ જી એચ દહિયા… આશિષ ભાટિયા પોલીસ કમિશનર હતા ત્યારે તેમના રીડર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે પણ જી એચ દહિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ભાટિયા ગાંધીનર પહોંચ્યા તો દહિયા પણ ગાંધીનગર પહોંચ્યા છે આખરે એસએમસીમાં પણ મોટી ગરબડો કરી હોવાની ફરિયાદો છેક ઉપર સુધી પહોંચી હતી. જેમાં તપાસના અંતે મસમોટી ખાયકી નીકળતાં આજે કાર્યવાહી થઈછે. દહિયા મોટાતોડ કાંડમાં સામેલ હોવાની ચર્ચા છે. જેમાં ગૃહવિભાગ અને સરકાર ઉંઘતો ઝડપાયો છે.ગુજરાત પોલીસમાં હવે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીની ખેર નથી. ગૃહ રાજયમંત્રી એ ગુજરાતના પોલીસ બેડામાંજ આજથી સફાઇ અભિયાન શરૂ કરી દીધુંછે. એક જ દિવસમાં ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોલીસ વડા આશિષ ભાટિયા સાથે ગાઢ સંબંધ ધરાવતા PI જી.એચ. દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હજુ પણ ૧૦થી ૧૨ ઉચ્ચ પોલીસ અધિકારીઓ રડારમાં હોવાની માહિતી સામે આવી છે આ સિવાય ભરૂચના બે પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે તેઓ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા હતા. તેમની સામે કબૂતરબાજ ભરત પટેલ ઉર્ફેબોબી પાસેથી રૂ.૩૦ કરોડ લીધા હોવાની થઇ હતી ફરિયાદ હતી. ફરિયાદના આધારે તેમની સામે તપાસ કરવામાં આવી હતી. વિભાગ પાસેથી પોલીસ અધિકારીઓના ટ્રેક રેકોર્ડ પણ મગાવવામાં આવ્યા હતા. જે પછી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ગુજરાતમાં ગૃહમંત્રાલયના એક્શન બાદ હવે રેલો ક્યાં સુધી પહોચે છેએસૌથી મોટો સવાલ છે. ભાજપ સરકાર સામે ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત કરે છે પણ રાજ્યમાં ગૃહમંત્રાલય અને મહેસૂલ એ સૌથી વધારે ભ્રષ્ટ ખાતા ગણાય છે. એવી ચર્ચાછેકેઆઈપીએસથી લઈને કોન્સ્ટેબલ સુધી આગામી દિવસોમાં કાર્યવાહી થઈ શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત