તા.૨૧-૦૧-૨૦૨૩
શિક્ષણ સમિતિ અમદાવાદ અને ટ્રસ્ટ સહયોગથી પક્ષી બચાવ કરુણા અને સંવેદના કાર્યક્રમ યોજવામાં આવ્યો
આ કાર્યક્રમમાં જોધપુર અનુપમ (સ્માર્ટ) શાળા નં-૧માં વેજલપુર વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી અમિતભાઇ ઠાકર, તથા વાસણા શાળા નં.૧ અને ૫ એલિસબ્રિજ વિધાનસભાના માન ધારાસભ્યશ્રી અમિતભાઇ શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન માનનીય ડો.સુજયભાઈ મહેતા . નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના શાસનાધિકારી ડો.એલ.ડી દેસાઈ, સ્કૂલ બોર્ડ સભ્ય ઓ ધનશ્યામભાઇ પટેલ, અભયભાઈ વ્યાસ, જીગરભાઇ શાહ, ધર્મેન્દ્રભાઇ મિશ્રા, લીલાધરભાઇ ખડકે, ટ્રસ્ટ પાપાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.સિદ્ધાર્થભાઈ ઠાકર, આશિષભાઇ પટેલ માન.ચેરમેન મટીરીયલ પર્યેજ કમિટી, જોધપુર વોર્ડના માન.કાઉન્સિલર, પ્રવિણાબેન પટેલ તથા વાસણા વોર્ડના માન. કાઉન્સિલર, સ્નેહાબા પરમાર, હિમાંશુભાઇ વાળા, મેહુલભાઇ શાહ, સોનલબેન ઠાકોર અને ટ્રસ્ટ પાપાના વોલેન્ટિયરતથા મોટી સંખ્યામાં મુખ્ય શિક્ષકશ્રીઓ- તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ પધારેલા સહુ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું . સ્વાગત પ્રવચનમાં સ્કૂલબોડનાં માન શાસનાધિકારી ડૉ.એલ.ડી દેસાઈએ જણાવ્યું હતું કે અત્યાર સુધીના સ્કૂલ બોર્ડના ઇતિહાસમાં આવો કરુણા સભર કાર્યક્રમ સાબરમતી, વેજલપુર અને એલિસબ્રીજ વિધાનસભામાં મોટા પાયે થયો છે,આ કાર્યક્રમ દ્વારા જીવદયાને પ્રાધાન્ય આપવાના ઉદ્દેશ્યથી મકર સંક્રાંતિ તહેવાર દરમિયાન ઘરના ધાબા પર, ઝાડ પર તથા રસ્તાઓ પર વીંટળાયેલી અને વેરવિખેર પડેલી, પક્ષીઓના માટે પ્રાણ ઘાતક સાબિત થાય તેવી પતંગની દોરીઓને ભેગી કરીને એ દોરીઓમાં નિર્દોષ પક્ષીઓ ફસાય નહીં અને પોતાનો પ્રાણ ત્યાગ કરે નહીં તે હેતુથી બાળકોને પ્રેરણા આપી દક્ષિણ પશ્ચિમ ઝીનની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ૪૦૦ કિલો તથા પશ્ચિમ ઝોન-૧ની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ૨૦૦ કિલો એક કુલ ૬૦૦ કિલો કરતાં પણ વધારે દોરીના ગૂંચળાઓ ભેગા કરવામાં આવ્યા હતા. આમ કુલ ૪૫૯ શાળાઓ દ્વારા લગભગ ૨૦૦૦ કિલો કરતાં વધારે જેટલી દોરીના ગૂંચળાઓ ભેગા કરવામાં આવેલ છે. સ્કૂલ બોર્ડના માનચેરમેન ડૉ.સુજયભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આ ભેગી થયેલી દોરીઓને લોકો જો રસ્તા પર બાળી નાખે તો તેનાથી કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડ વડે નવું પ્રદૂષણ ઉભું થાય છે તે અટકાવવાના હેતુથી ટ્રસ્ટ પાપાના સહકારથી આ દોરીઓ વડે ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવામાં આવશે. આ બાબતે ટ્રસ્ટ પાપા ના મેનેજિંગ ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈએ જણાવ્યું હતું કે આ ભેગી કરેલી દોરીઓને સળગાવવાને બદલે આ દૌરીઓને બોઇલર માં નાખીને યોગ્ય પદ્ધતિથી પ્રદૂષણ મુક્ત ઉર્જા (ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવામાં આવશે. નાના બાળકોના હાથે આ ખૂબ મોટું કામ કરવા માટે આજે આપણે સૌ નિમિત્ત બન્યા છીએ તેમ પણ તેઓએ જણાવ્યું હતું.જોધપુર અનુપમ (સ્માર્ટ) શાળા નં.૧ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી વેજલપુર વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે શિક્ષણએ ટ્રેનની ટીકીટ સમાન છે, જે તમને જીવનમાં અદભુત મુસાફરીનો લ્હાવો આપે છે.આજના તબક્કે સરકારી શાળાઓ ખાનગી શાળાઓ કરતાં નવા આયામો સર કરી રહી છે. દરેક બાળક અનન્ય,અજોડ છે. ભવિષ્યમાં ઉજ્જળ કારકિર્દી બનાવવી હશે તો ઉંચા સપના જોવા પડશે અને તે સપનાંને સાચા કરવા ખૂબજ મહેનત કરવી પડશે. પોતાના કૌશલ્યને આધારે આગળ વધવું પડશે.સ્કૂલબોર્ડના વાઇસચેરમેન વિપુલભાઇ સેવક સાહેબે જણાવ્યું કે દોરી એન્દ્રિત કરવાનું કામ બાળકોને એટલે સોંપ્યું છે, કારણ કે તેઓ આવતીકાલનું ભવિષ્ય છે. સમગ્ર સંવેદના સભર અને કરુણામય કાર્યક્રમ માટે પોતાના સમય અને સન્માનનો ભોગ આપનાર સિદ્ધાર્થભાઈએહ્રદયપૂર્વક આભાર માન્યો કાર્યક્રમને અંતે ઝોનના મદદનીશ શાસનાધિકારીશ્રી દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી.