AMC એ પૂર્વ ઝોનમાં ૬૫ વ્હીકલને લોક મારી વહીવટી ચાર્જ વસૂલ્યો

AMC એ પૂર્વ ઝોનમાં ૬૫ વ્હીકલને લોક મારી વહીવટી ચાર્જ વસૂલ્યો

Views: 121
0 0
Spread the love

Read Time:2 Minute, 34 Second

અમદાવાદ

મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણ / જંક્શન પરના દબાણ / મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ / બિન-પરવાનગીના બાંધકામો દુર કરવા સંબંધિત કામગીરીની ઝુંબેશના ભાગરૂપે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(પૂર્વ ઝોન) ની રાહબરી/માર્ગદર્શન હેઠળ જાહેર રસ્તાઓ ઉપર ગંદકી ન કરવા બાબતે જાહેર જનતાને રોડ ઉપર કચરો ન ફેંકવા સમજૂતી આપવાની ઝુંબેશ હાથ ધરેલ છે. જે અંતર્ગત દરેક સબ-ઝોનલ કચેરીની હદમાં કામગીરી કરેલ છે. જેમાં. નિકોલ વોર્ડમાં ૧૦-નંગ વ્હીકલ ને લોક મારી રૂ.૫,૦૦૦/- વહીવટી યાર્જ વસુલ કરેલ છે. વિરાટનગર વોર્ડમાં ૦૬-નંગ વ્હીકલ ને લોક મારી રૂ.૪,૦૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.ગોમતીપુર વોર્ડ માં ૦૫-નંગ વ્હીકલ ને લોક મારી રૂ.૧,૦૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.અમરાઈવાડી વોર્ડમાં ૦૬-નંગ વ્હીકલ ને લોક મારી રૂ.૧,૨૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરેલ છે. ઓઢવ વોર્ડમાં ૦૫-નંગ વ્હીકલ ને લોક મારી રૂ.૫,૦૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.વસ્ત્રાલ વોર્ડ માં ૧૫ નંગ વ્હીકલ ને લોક મારી રૂ.૩,૦૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.ભાઈપુરા વોર્ડમાં ૦૪-નંગ વ્હીકલ ને લોક મારી રૂ.૧,૦૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરેલ છે. રામોલ-હાથીજણ વોર્ડમાં ૧૪-નંગ વ્હીકલ ને લોક મારી રૂ.૩,૫૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.પૂર્વ ઝોનના જાહેર ખબર વિભાગ દ્રારા જુદા-જુદા વોર્ડમાંથી ૧૩૯-નંગ બોર્ડ/બેનર દૂર કરી રૂ.૫,૦૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.આમ પૂર્વ ઝોન કુલ ૧૩૯-નંગ બોર્ડ/બેનર જપ્ત કરેલ છે તથા ૬૫-નંગ વ્હીકલ ને લોક મારી વહીવટી ચાર્જ પેટે વસુલ કરેલ છે. આમ, પૂર્વ ઝોનમાં રૂ.૨૬,૭૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત