અમદાવાદ…..
આઇ.જી.પી વી. ચન્દ્રશેખર અમદાવાદ વિભાગ,અમદાવાદ તથા મે.જીલ્લા પોલીસ અધિક્ષક અમીત વસાવા અમદાવાદ ગ્રામ્યએ પ્રોહી./જુગારની અસરકારક કામગીરી કરવા અંગેની આપેલ સુચના અંતર્ગત કામગીરી કરવા નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.વ્યાસ સાણંદ વિભાગ, સાણંદના માર્ગદર્શન હેઠળ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વિવેકાનંદનગર પો.સ્ટે. ના પોલીસને ખાનગી હકીકત મળેલ કે એક કાળા કલરની નંબર પ્લેટ વગરની હુન્ડાઈ વેન્યુ ગાડીમાં દેશી દારૂ ભરેલ છે જે દેશી દારૂ ભરેલી હુન્ડાઈ વેન્યુ ગાડી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર નડિયાદ તરફથી અમદાવાદ તરફ આવનાર છે જે બાતમી હકીકત આધારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે રાજકોટ એક્ઝીટ ખાતે એક હુન્ડાઈ વેન્યુ ગાડી પકડી પાડી સદર ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી દેશી દારૂ લીટર ૧૧૮૮ કિ.રૂ.૨૩,૭૬૦/- તથા એક કાળા કલરની નંબર પ્લેટ વગરની હુન્ડાઈ વેન્યુ ગાડી જેનો એન્જીન નં D4FAPM865066 તથા ચેચીસ નં MALFC81DLPM468588 જેની કિ.રૂ.૫,૦૦,૦૦૦ તથા મોબાઈલ નંગ ૧ કિ.રૂ.૨૦૦૦ મળી તમામ મુદ્દામાલની કુલ કિ.રૂ.૫,૨૫,૭૬૦ ના મુદ્દામાલ સાથે આરોપી વિશાલ લક્ષ્મીચંદ જુમાણી ઉ.વ.૨૩ રહે.મ.નં.૧૩૩,સી- વોર્ડ,પાણીની ટાંકી સામે કુબેરનગર અમદાવાદને પકડી કાયદેસર કાર્યવાહી કેરલ છે.