ક્રાઈમ બ્રાન્ચે બનાવટી ગોલ્ડ ફ્લેક સિગરેટના ૧૦,૨૫૦ પેકેટ સાથે વેપારીની ધરપકડ કરી

ક્રાઈમ બ્રાન્ચે બનાવટી ગોલ્ડ ફ્લેક સિગરેટના ૧૦,૨૫૦ પેકેટ સાથે વેપારીની ધરપકડ કરી

Views: 85
0 0
Spread the love

Read Time:2 Minute, 58 Second

આઇ.ટી.સી કંપની દ્વારા બનાવવામાં આવતી ગોલ્ડ ફ્લેક સિગરેટ જેવી બનાવટી સિગરેટ મણીનગર સિંધી માર્કેટ ખાતે મહેશ સેલ્સ નામની દુકાનમાં રાખી વેચાણ કરી રહેલ હોવા અંગેની માહિતી આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદીની સીધી દેખરેખ હેઠળ તેમની ટીમના પો.સ.ઇ વી.કે.દેસાઇ તથા પોલીસ સ્ટાફ, તથા આઇ.ટી.સી કંપનીના અધિકારી/માણસો સાથે મણીનગર, સિંધી માર્કેટ દુકાન નંબર એ/૬-૭ “ મહેશ સેલ્સ” તથા ગોડાઉન નંબર બી/૧૫ ખાતે જઇ તપાસ કરતા સિગરેટના પેકેટ નંગ-૧૦,૨૫૦ કિ.રૂ.૯,૭૩,૭૫૦ નો જથ્થો મળી આવ્યો હતો.જે બાબતે આઇ.ટી.સી કંપનીના અધિકારી મારફતે કંપની દ્વારા ડુપ્લીકેટ સિગરેટ શોધી કાઢવા માટે ઉપયોગમાં લેવાતી એપ્લીકેશન M ASTRA મારફતે મળી આવેલ સિગરેટના UID કોડ ચેક કરતા ડુપ્લીકેટ હોવાનું જણાઇ આવતા દુકાન તથા ગોડાઉનના માલિક સોભરાજ જેઠાનંદ કેવલાણી ઉવ.૬૧ રહે.કેવલાણી ભવન, દલાલ સોસાયટી સામે, મણીનગર રેલ્વે સ્ટેશન પાછળ મણીનગર અમદાવાદની વિરૂધ્ધ ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ ૪૨૦, ૪૮૬ તથા કોપી રાઇટ એકટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા હકીકત જાણવા મળેલ કે આરોપી આજથી બે વર્ષ પહેલા ઔરંગાબાદ તથા ભોપાલમાં બનાવટી સિગરેટ બનાવતી કંપનીના મેનેજરો સાથે સંપર્કમાં આવેલ અને તેઓએ જણાવેલ કે આઇ.ટી.સી કંપની દ્વારા બનાવવામાં આવતી સિગરેટના ભાવ કરતા અમે તમને સસ્તા ભાવે સિગરેટ આપીશુ જેથી વધુ નફો મેળવવા આરોપીએ આઇ.ટી.સી કંપનીની અસલ સિગરેટના બદલે બનાવટી સિગરેટ ખરીદ કરી વેચાણ કરવાનું શરૂ કરેલ.આ કામે પકડાયેલ આરોપી છેલ્લા બે વર્ષથી બનાવટી સિગરેટનું વેચાણ કરે છે સરકાર દ્વારા સિગરેટ પર આશરે ૭૦ % જેટલો ટેકસ લેવામાં આવે છે.જેથી બે વર્ષના સમયગાળામાં આરોપીએ બનાવટી સિગરેટનું વેચાણ કરી સરકારશ્રીને કેટલા ટેકસનું નુકશાન કરેલ છે તે બાબતે તેમજ આરોપીએ અમદાવાદમાં કયા કયા વેપારીઓને બનાવટી સિગરેટનું વેચાણ કરેલ છે તે બાબતે ઉંડાણપુર્વકની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
crime News અમદાવાદ ગાંધીનગર ગુજરાત