રાજ્ય સરકારે કાર્યક્રમો માટે એસટી બસો વાપરીને નિગમને ૫૩.૮૧ કરોડ ચૂકવ્યા નથી

રાજ્ય સરકારે કાર્યક્રમો માટે એસટી બસો વાપરીને નિગમને ૫૩.૮૧ કરોડ ચૂકવ્યા નથી

Views: 83
0 0
Spread the love

Read Time:2 Minute, 28 Second

.ગાંધીનગર, મોંધવારીનો માર વધુ એકવાર ગુજરાતની જનતા પર પડ્યો છે. કારણ કે, રાજ્ય સરકારે એસટી બસના ભાડામાં વધારો કર્યો છે. ૧૦ વર્ષ બાદ એસટી બસના ભાડામાં ૨૫ ટકાનો વધારો થયો છે.

આજથી આ ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. હવેથી લોકલ બસમાં પ્રતિ કિમીએ ૬૪ પૈસાની જગ્યાએ ૮૦ પૈસા કરાયા છે. જીએસઆરટીસીએ બસના ભાડામાં વધારો કરતા હવે મુસાફરોએ એસ ટી બસમાં મુસાફરી માટે વધુ ભાડું ચૂકવવું પડશે. આ વાત તો થઈ નાગરિકોની. જનતાને એસટી બસમાં મુસાફરી કરવી હશે તો વધુ રૂપિયા આપવા જ પડશે. પરંતુ શુંતમને ખબર છે, સરકારે પોતાના કાર્યક્રમો માટે એસટી બસો વાપરીને કરોડોનું ભાડુ ચૂકવ્યુ નથી.આપણા ખિસ્સામાંથી રૂપિયા ખંખેરવા સરકારને માત્ર એક જાહેરાત કરવાની જરૂર પડે છે. એક જાહેરાત થઈ અને બીજા દિવસથી ભાવ વધારો લાગે. પછી એ દૂધ હોય, શાકભાજી હોય, પેટ્રોલ હોયે

કે પછી ગેસ સિલિન્ડર હોય. પરંતુ રાજ્ય સરકારે ૫૩.૮૧ કરોડ એસટી બસ ભાડું હજી સુધી ચૂકવ્યુ નથી. વિવિધ લોકાર્પણ કાર્યક્રમો, સરકારી કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા સરકારે ૩૪,૬૧૪ એસટી બસો ભાડે રાખી હતી. પોતાના કાર્યક્રમોમાં જાગીરની જેમ બસો વાપરીને સરકારે પોતે જગુજરાત સરકારે હજી સુધી એસટી નિગમને બાકી ૫૩.૮૧ કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. કોઈ પણ સરકારી યોજનાનો ઉદઘાટન સમારોહ હોય, સરકારી કાર્યક્રમ હોય, ભૂમિપૂજન હોય કે લોકાર્પણ કર્યો હોય. આ કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા માટે સરકારને પ્રયાસો કરવા પડે છે. આ માટે ભાજપના ધારાસભ્યોથી લઈને કાર્યકરોને સભા સ્થળ સુધી લાવવા લઈ જવા માટે એસટી બસોની મદદ લેવામાં આવેછે. વિધાનસભામાં ખુદ રાજ્ય વાહન વ્યવહાર વિભાગે જણાવ્યુ કે, રાજય સરકારે એસટી નિગમના ૫૩.૮૧ કરોડ ચૂક્યા નથી.કરોડોનું ભાડું ચૂકવવાનું બાકી રાખ્યું

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત