પાટીલ પ્રકરણમાં આફટર શોક શરૂ, વસાવા જૂથના સુરત જિલ્લા ભાજપના ત્રણ દિગ્ગજો સસ્પેન્ડ

પાટીલ પ્રકરણમાં આફટર શોક શરૂ, વસાવા જૂથના સુરત જિલ્લા ભાજપના ત્રણ દિગ્ગજો સસ્પેન્ડ

Views: 149
0 0
Spread the love

Read Time:3 Minute, 5 Second

તરસાડી નગર ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ ચૌહાણ, કારોબારી ચેરમેન હરદીપસિંહ અટોદરિયા અને રાકેશસિંહ સોલંકી સસ્પેન્ડ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વિધ્રૂદ્ધ ફરતી થયેલી પત્રિકાનો વિવાદ દિવસેને દિવસે ઘેરો બની રહ્યો છે. હવે આ મામલે આકરા પગલાં લેવાની શરૂઆત થઈ ગઈ છે. ભાજપ અધ્યક્ષને બદનામ કરવાના મુદ્દે આજે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે ગણપત વસાવાના નજીકના ગણાતા ૩ હોદ્દેદારોને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા છે.. સી.આર.પાટીલતેમજ કેટલાક ધારાસભ્યોને બદનામ કરતી પત્રિકા મામલે સુરત જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષ વિરોધી અને પક્ષના જ નેતાઓને બદનામ કરવા બદલ ૩ ઉદ્દેદારોને પાટીમાંથી સસ્પેન્ડ કરી નાંખ્યા છે. ઉમરપાડા ભાજપના પ્રભારી અને ગણપત વસાવાના અંગત ગણાતા રાકેશસિંહ સોલંકી, તરસાડી નગર ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ ચૌહાણ અને તરસાડી નગરપાલિકાના કારોબારી ચેરમેન હરદીપસિંહ અટોદરિયાની પદ્મમાંથી હાકાલપટ્ટી કરવામાં આવી છે. ત્રણેયને સક્રિય સભ્ય, પ્રાથમિક સભ્ય તેમજ ામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

ક્રાઈમબ્રાંચમાંથી મળેલી વિગતો અનુસાર પત્રિકાંડનો મુખ્ય સૂત્રધાર રાકેશ સોલંકી છે. તેણે પત્રિકાઓ બનાવી પેનડ્રાઈવ તૈયાર કરી હતી. જ્યારે દિપુ યાદવ અને ખુમાનસિંહે ભરુચ અને પાલેજથી પોસ્ટ મારફતે તેને અલગ .અલગ નેતાઓને મોકલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈથી ખરીદાયેલી ૧૫૦૦ પેન ડ્રાઈવ મારફતે ભારતભરમાં ભાજપના નેતાઓને પશિ મોકલીને પાટીલને બદનામ કરવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યુ હતું. જેના એડ્રેસ-નંબર સહિતની વિગતો કમલમમાંથી જ મેળવવામાં આવી હતી. હરદીપસિંહ અટોદરિયા પૂર્વમંત્રી ગણપત વસાવાનો નજીકના માનવામાં આવે છે અને તેના સમર્થક છે. હાલમાં તે તરસાડી નગરપાલિકાના કારોબારી ચેરમેન છે. દેવેન્દ્રસિંહ ચૌહાણ હાલમાં તરસાડી નગર ભાજપ પ્રમુખ છે અને તરસાડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે. આ સમગ્ર કાંડમાં ધારાસભ્ય સંદીપ દેસાઈએ કરેલી FIRમાં દેવેન્દ્રસિંહ ચૌહાણનું નામ નથી, પણ સમગ્ર મામલો બહાર આવ્યાં બાદ દેવેન્દ્રસિંહ મીણ સક્તિ ઘણાં મોટા રાજકીય માળાઓ ભૂગર્ભમાં ઉતારી ગયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
News ગુજરાત