અમદાવાદ ડીવિઝનના કાર્યાલય પરિસરમાં ભારતરત્ન ડૉ.ભીમરાવ આંબેડકર (બાબા સાહેબ) ના 65 મા મહાપરિનિર્વાણ દિવસ પર એક સાદગીપૂર્ણ કાર્યક્રમ યોજવા માં હતી
ડીવિઝનલ રેલ્વે મેનેજર દિપકકુમાર ઝા, વરિષ્ઠ મંડલ કાર્મિક અધિકારી સુનિલ બિશ્નોઇ અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ બાબા સાહેબના ચિત્રને પુષ્પાંજલી અર્પણ કરી હતી અને પ્રભાસ શ્રદ્ધા સુમન શ્રદ્ધાંજલિ આપી હતી. કાર્યક્રમ દરમિયાન, કેન્ડલ લાઈટ દ્વારા તેમને યાદ કરીને નમન કરવામાં આવ્યું.
હાલમાં, ભારત સરકાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી ગાઇડલાઈન્સ અને સામાજિક અંતરને પગલે કોરોનાની અસરને ધ્યાનમાં રાખીને, કાર્યક્રમ દરમિયાન મૌન રાખવામાં આવ્યું હતું. અને બાબાસાહેબ દ્વારા કરવામાં આવેલ નોંધપાત્ર કાર્ય બદલ કૃતઘનતા વ્યક્ત કરવામાં આવી હતી.કાર્યક્રમનું સંચાલન સહાયક મંડલ કાર્મિક અધિકારી શ્રી બાદલ રાજવંશીએ કર્યું હતું