પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠનની અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલ વલસાડના એક કાર્યક્રમમાં કોરોના યોદ્ધાઓને સંબોધન અને સન્માનિત કરી રહ્યા હતા ઉપરાંત વલસાડ રેલ્વે હોસ્પિટલ માટે પી એ સાઉન્ડ સિસ્ટમ દાનમાં આપી હતી.
વર્તમાનમાં ચાલી રહેલા કોવિડ -19 મહામારીને કારણે આપણા રાષ્ટ્ર સહિત આખું વિશ્વ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. દેશભરમાં 22 માર્ચ, 2020 થી લાગુ રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન યાત્રી સેવાઓ બંધ થઈ ગઈ હતી, જ્યારે ફ્રેઇટ અને ગુડ્સ ટ્રેન સેવાઓ દેશભરમાં જરૂરી ચીજવસ્તુઓના પરિવહન માટે ચાલુ છે. આ સેવાઓ ઉપરાંત, પશ્ચિમ રેલ્વે પર નિયમિત અને રૂટિન જાળવણીની સાથે વિકાસ અને વૃદ્ધિના કામો પણ ચાલુ રાખવામાં આવ્યા હતા. એ જ રીતે, મહામારીથી અસરગ્રસ્ત લોકોને તબીબી સહાય અને સારવાર આપવા માટે ચિકિત્સા સહાયતા વિભાગ પણ સક્રિયપણે આગળ આવ્યો હતો. પશ્ચિમ રેલ્વે તેની મજબુત કાર્યબળ સાથે સહાય અને સેવા પ્રદાન કરવા માટે અગ્રીમ મોરચે અડગ છે. આ કર્મચારીઓએ તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં લીધા વિના તેમની ફરજો બહાદુરીથી અને નિl:સ્વાર્થ રીતે નિભાવી. વલસાડ ક્ષેત્રના વિવિધ વિભાગોના રેલ્વે કર્મચારીઓએ કરેલા સમર્પિત અને પ્રશંસનીય કાર્યને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થાના અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલએ વલસાડમાં આયોજિત કાર્યક્રમમાં આ કોરોના વોરિયર્સનું સન્માન કર્યું હતું.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક પ્રેસ રિલીઝ મુજબ શ્રીમતી તનુજા કંસલે કોરોના વોરિયર્સના ઉત્કૃષ્ટ પ્રયત્નોની પ્રશંસા કરી હતી અને આવા પડકારજનક સમયમાં કાર્ય પ્રતિ તેમના સાહસ અને સમર્પણની ભાવના બદલ તેમની પ્રશંસા કરી હતી. પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થાની અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલ દ્વારા વિવિધ વિભાગોમાં તેમનાં ઉત્કૃષ્ટ કાર્ય કરવાવાળા 10 રેલ્વે કર્મચારીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય ના સમ્માનમાં પ્રશંસા પાત્ર સાથે ₹2000 નકદ પુરષ્કાર આપીને તેમનું મનોબળ વધાર્યું. આ 10 રેલ્વે કર્મચારીઓમાંથી છ ચિકિત્સા વિભાગ, બે કર્મચારી પરિચાલન વિભાગ (નિયંત્રક તરીકે કાર્યરત), એક રેલ્વે સુરક્ષા બળથી અને અન્ય ઇલેક્ટ્રિક લોકો શેડ વલસાડથી છે. આ પ્રસંગે દરેકને સંબોધન કરતી વખતે શ્રીમતી કંસલે ચિકિત્સા વિભાગના માનવીય પ્રયત્નોની પ્રશંસા કરી, જેમણે ચેપગ્રસ્ત દર્દીઓની ખૂબ કાળજી લીધી અને તેમને માનસિક સહાય પૂરી પાડી અને તેમના મનોવૈજ્ઞાનિક પ્રારંભિક સ્વાસ્થ્ય લાભોને સકારાત્મક વાતાવરણમાં બનાવવા માટે દરેક શક્ય પ્રયત્નો કર્યા. તેવી જ રીતે ચિકિત્સા કર્મચારીઓ દ્વારા કોવિડ -19 મહામારીના સંક્રમણને અટકાવવા તેમના વિશેષ પ્રયત્નો અને સાવચેતીઓની પણ પ્રશંસા કરી. આ રેલવે કર્મચારીઓએ આ મહામારીના સંકરણને રોકવા માટે ક્વોરેન્ટાઇન સેન્ટર અને હોમ આયસોલેશનમાં રહેલા રેલ કર્મચારીઓની કોન્ટેક્ટ ટ્રેસિંગ હાથ ધર્યા હતા અને સ્ટેશનો પર મુસાફરો માટે થર્મલ સ્ક્રીનીંગની પણ વ્યવસ્થા કરી હતી. શ્રીમતી કંસલએ બધા ફ્રન્ટલાઈન યોદ્ધાઓની ખૂબ પ્રશંસા કરી હતી. આ ઉપરાંત તેમણે એ કર્મચારીઓએની પણ પ્રશંસા કરી જેમાં સામેલ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવનારા અને મુસાફરો, પાર્સલ અને માલની સ્ક્રીનીંગ કરનારા અને સમારકામ, જાળવણી અને અપગ્રેડેશનનું કામ કર્યું. આ ઉપરાંત તેમણે એ કર્મચારીઓની પણ પ્રસંશા કરી જેમણે ભૂખ્યા અને વંચિત લોકોમાં ખોરાકનું વિતરણ કર્યું. આ સાથે સેનિટાઈઝર, પી.પી.ઇ. કીટ અને સેનિટાઈઝિંગ મશીન વગેરે તૈયાર કરનારા કર્મચારીઓની પણ પ્રશંસા કરવામાં આવી હતી, કારણ કે તમામ કર્મચારીઓએ પોતાની ફરજ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે નિભાવ્યા હતા. તેમણે એ રેલ કર્મચારીઓ અને તેમના પરિવારોની પણ પ્રશંસા કરી જેમણે સ્વેચ્છાએ ઘરેલું માસ્ક તૈયાર કરવામાં રસ લીધો.
ઠાકુરે જણાવ્યું હતું કે સ્મૃતિ અને પ્રસંશા ચિન્હના રૂપમાં શ્રીમતિ તનુજા કંસલે પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન વતી વલસાડ રેલ્વે હોસ્પિટલને પી.એ સિસ્ટમ દાન કરવામાં આવ્યું. આ પી.એ સિસ્ટમનો ઉપયોગ દર્દીઓને આનંદપ્રદ સંગીત સાંભળવા અને આરોગ્ય સબંધી વિવિધ માહિતી આપવા માટે કરવામાં આવશે. આ પ્રસંગે દરેકને સંબોધન કરતાં ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ દ્વારા કર્મચારીઓ અને તેમના પરિવારોને કોરોના મહામરી દરમિયાન થતા માનસિક તણાવ વિશે માહિતગાર કર્યા હતા અને તેનાથી નિવારણ માટેના વિવિધ પગલાં દર્શાવ્યા હતા. વલસાડના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થાના અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે કોવિડ -19 સામેની લડતમાં તેનો સામનો કરવા તમામ જરૂરી પ્રયાસોની ખાતરી કરવામાં આવશે.