CM રૂપાણીએ વડતાલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કર્યું

CM રૂપાણીએ વડતાલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કર્યું

Views: 93
0 0
Spread the love

Read Time:2 Minute, 33 Second

મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા આ લોકાર્પણ કરતા કહ્યું કે, લીકવીડ ઓક્સિજનની મર્યાદાઓ સામે હવે હવામાંથી સીધો ઓક્સિજન મેળવવાના પ્લાન્ટસ રાજ્યમાં સ્થાપીને 300 ટન PSA ઓક્સિજન મેળવી પગભર બનવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. રાજ્ય સરકાર દ્વારા ઓક્સિજન ઉત્પાદનના કાર્યમાં વડતાલ સહિત અન્ય ધાર્મિક – સામાજિક સેવાભાવી સંસ્થાઓ,અમૂલ,બનાસ ડેરી ઉપરાંત એન.આર.આઇ પણ સમયની માંગને અનુસરીને જોડાયા છે તે અભિનંદન પાત્ર છે. કોરોના કાળમાં વડતાલ મંદિર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કરીને આ સેવા પરંપરા વધુ ઉજ્જવળ કરી છે. ગુજરાતે કોરોનાની પ્રથમ લહેરમાં સફળતાપૂર્વક સંક્રમણ નિયંત્રણ કર્યુ હતું બીજી લહેરને પણ એ જ આક્રમકતાથી નિયંત્રણમાં લાવ્યા છીયે. હવે તજજ્ઞો જ્યારે ત્રીજી લહેરની સંભાવના દર્શાવે છે ત્યારે એના માટે પણ ગુજરાત સંપૂર્ણ સજ્જ છે

આ ઈ- લોકાર્પણ પ્રસંગે વડતાલ ખાતે પરમ પૂજ્ય 1008 આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ,જિલ્લા ભાજપ પ્રમુખ – ધારાસભ્ય અર્જુન સિંહ ચૌહાણ,ખેડાના પૂર્વ સહિત પૂજ્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય મંત્રીએ આ હોસ્પિટલમાં વધુ એક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની અપીલ કરી હતી. તેના પ્રતિસાદરૂપે આજ હોસ્પિટલ ખાતે બીજા 50 બેડના ઓક્સિજન પ્લાન્ટની જાહેરાત કરવામાં આવી હતી. બીજા ઓક્સિજન પ્લાન્ટ માટે હોસ્પીટલના પ્રમુખ ધનજી દ્વારા રૂપિયા 15 લાખ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ દ્વારા 10 લાખ તથા સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા રૂપિયા 35 લાખની અદ્યતન એમ્બ્યુલન્સ ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
News ગુજરાત વડતાલ