પરંતુ શેરબજાર જાણે ઘોડાની જેમ દોડી રહ્યું છે. આ તેજીના પ્રવાહમાં એવા પણ કેટલાક શેર્સ આવી ગયા છે કે જેમનું હજુ બે-ત્રણ વર્ષ પહેલા તો કોઈ નામ લેવા પણ તૈયાર નહોતું. આવા જ શેર્સમાં અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓના શેર્સનો પણ સમાવેશ થાય છે. જો ૫૨ વીકની સૌથી નીચલી સપાટી સાથે સરખામણી કરવામાં આવે તો અનિલ અંબાણી ગ્રુપના શેર્સ ૫૦૦ ટકા જેટલા ઉપર આવી ગયા છે. એક સમયે જોરદાર ગાજેલા, પરંતુ રોકાણકારોને નવડાવનારા રિલાયન્સ પાવરમાં છેલ્લા કેટલાક સમયથી જોરદાર તેજી જોવા મળી રહી છે. આ શેરની ૫૨ વીકની મૂવમેન્ટની વાત કરીએ તો, ૪ જૂનના રોજ તેનો ભાવ ૨.૨૦ રુપિયાની આસપાસ હતો. જે ૪ જૂન ૨૦૨૧ના રોજ બપોરે ૧૨ વાગ્યાની સ્થિતિ અનુસાર, ૯.૮૫ રુપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. આમ, આ શેરમાં એક વર્ષમાં ૩૪૭ ટકાનો જોરદાર ઉછાળો જોવાયો છે.એડીએજી ગ્રુપની અન્ય એક કંપની રિલાયન્સ કેપિટલના શેરમાં પણ આ જ રીતે જોરદાર તેજી જોવા મળી છે. જો છેલ્લા ૫૨ સપ્તાહના લૉની વાત કરવામાં આવે તો, આ શેરે ૧૯ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ૭.૩૦ રુપિયાનો પોતાનો લૉ બનાવ્યો હતો. જોકે, ત્યારબાદ તેમાં સતત સુધારો જોવા મળ્યો છે. ૧૬ ડિસેમ્બરે આ શે૨ ૧૩.૮૫ રુપિયાના સ્તરે પહોંચ્યો અને પછી ઈન્ફ્રાનો ચાલી રહ્યો છે. આ શેર હાલ તેમાં ઘટાડો શરુ થયો હતો. જોકે, ૨૬ એપ્રિલથી તેમાં વધારાની ચાલ જોવાઈ હતી, અને ૪ જૂનની સ્થિતિએ તે ૧૬.૨૫ રુપિયાના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. દેવાળું ફૂંકનારી અનિલ અંબાણીની માલિકીની કંપની આરકોમના શેરે ૪ જૂન ૨૦૨૦ના રોજ ૦.૮૫ રુપિયાનો ૬૨ સપ્તાહનો લોં નોંધાવ્યો હતો. જોકે, ત્યારબાદ તેમાં રોકેટગતિએ ઉછાળો જોવા મળ્યો હતો, અને આ શેર ૨૯ જૂલાઈ ૨૦૨૦ના રોજ ૩.૩૦ રુપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. ત્યાબાદ ફરી તેમાં ઘટાડો શરુ થયો હતો, અને ૦૪ જૂનના રોજ આ લખાઈ રહ્યું છે. ત્યારે આ શેર ૨.૮૦રુપિયાના સ્તરે ટ્રેન્ડ થઈ રહ્યો છે. અનિલ અંબાણી ગ્રુપની આ કંપનીએ પણ આમ તો રોકાણકારોને નવડાવ્યા જ છે, પરંતુ તેમાં છેલ્લા કેટલાક સમયથી જોરદાર પર્ફોમન્સ જોવા મળી રહ્યું છે. પ૨ વીકની મૂવમેન્ટની વાત કરીએ તો, આ શેરની કિંમત ૪ જૂન ૨૦૨૦ના રોજ ૧.૨૫ રુપિયા થઈ ગઈ હતી, જે ત્યારબાદ ૩૧ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ ૪.૦૫ રુપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી, ત્યારબાદ નીચે ગબડી ફરી સુધરવાની શરૂ થઈ હતી. હાલ આ શેર ૩.૭૫ રુપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. આમ, ૫૨ વીકની સૌથી નીચલી સપાટી સાથે હાલનો ભાવ સરખાવાય તો તેમાં ૨૦૦ટકા રિટર્નપ્રાપ્ત થયું છે.
એડીએજી ગ્રુપની કંપનીમાં હાલ સૌથી વધુ ભાવ રિલાયન્સ
૬૮.૧૦ રુપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા ૫૨ સપ્તાહની મૂવમેન્ટની વાત કરીએ તો, ૪ જૂન ૨૦૨૦ના રોજ આ શેર ૧૯.૧૦ રુપિયાના સ્તરે હતો, અને એક તબક્કે વધીને ૨ જૂલાઈના રોજ ૪૨.૬૦ રુપિયાના સ્તરે પહોંચી ગયો હતો. જોકે, ત્યારબાદ તેમાં કરેક્શન જોવાયું હતું અને નવેમ્બર મહિનાના મધ્ય બાદ તેણે સુધારાની ચાલ પકડી હતી. ૫૨ સપ્તાહના ૧૯.૧૦ રુપિયાના લૉ સાથે હાલના ભાવને સરખાવાય તો આ શેર ૨૫૬ ટકાનો ઉછાળો દર્શાવી ચૂક્યો છે.શેરબજાર તેજીમાં હોય ત્યારે ઘણીવાર નબળા શેરને પણ તેનો લાભ મળી જતો હોય છે. અનિલ અંબાણી ગ્રુપના આ શેર્સમાં છેલ્લા ૫૨ સપ્તાહમાં ભલે રોકાણકારોને ૧૦૦ ટકાથી પણ વધારે રિટર્નપ્રાપ્ત થયાનું કાગળ પર દેખાઈ રહ્યું હોય, પરંતુ તેનો ખરેખરો લાભ ઉઠાવનારો સામાન્ય રોકાણકાર તો ભાગ્યે જ કોઈ હશે. મોટાભાગે આવી સ્થિતિમાં બજારના ખેલાડીઓ જ મલાઈખાઈ જતા હોય છે. આ શેર્સની ઓલટાઈમ હાઈ સપાટી સાથે જો હાલના ભાવને સરખાવીએ તો તેમાં મોટું અંતર જોવા મળશે. ટૂંકાગાળા માટે કદાચ આવા શેર્સ ખરીદી શકાય, પરંતુ તેમાં ક્યારે શું થશે તે કશુંય નક્કી નથી હોતું, જેથી જોખમનું પ્રમાણ પણ અનેકગણું વધી જાય છે. કારણકે, બજાર તૂટે ત્યારે આવા શેર્સનું જ સૌથી વધારે ધોવાણ થતું હોય છે.