૮૦ દિવસ બાદ આજથી BRTS અને AMTS બસ સેવા શરૂ, ૧૦૦% સ્ટાફ સાથે સરકારી ખાનગી કચેરીઓ પણ ધમધમશે admin June 7, 2021 Views: 101 0 0 Spread the love Read Time:51 Second કોરોનાના કેસો ઘટતા શહેરમાં ૮૦ દિવસ બાદ સોમવારથી બીઆરટીએસ અને એએમટીએસની મળીને ૪૫૦ જેટલી બસની સેવા ૫૦ ટકા મુસાફરોની ક્ષમતા સાથે શરૂ કરાશે. જેના ભાગરૂપે તમામ બસોને સ્વચ્છ કરી સેનિટાઇ ઝર કરવામાં આવી હતી. હવે બસ સેવા શરૂ કરાતા મુસાફરોને રાહત મળશે. બીજી તરફ બસોમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક મામલે વિજિલન્સની ટીમો તપાસ હાથ ધરશે. જો કોઈ નિયમ તોડશે તો કાર્યવાહી કરાશે. સોમવારથી એએમસી સહિતની તમામ સરકારી તથા ખાનગી કચેરીઓ પણ ૧૦૦ ટકા સ્ટાફ સાથે કાર્યરત થશે. આ ઉપરાંત સ્કૂલો-કોલેજોમાં પણ ઓનલાઇન એજ્યુકેશન શરૂ થશે Share Pinterest LinkedIn About Post Author admin https://nandejcoverage.ind.in Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % Spread the love અમદાવાદ ગુજરાત