રાજયના નાગરિકોની આરોગ્યની સુખાકારી સરકારની પ્રાથમિકતા કેબિનેટ મંત્રીઅર્જૂનસિંહ ચૌહાણ
ખેડા જિલ્લાના કઠલાલમા સામુહિક આરોગ્ય કેન્દ્રનું ખાર્તમુર્હત કરવામાં આવ્યું. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય સંચર મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના વરદ હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. કઠલાલ નગરમા 3.50 કરોડના ખર્ચે તૈયાર થનાર આ સામુહિક આરોગ્ય કેન્દ્રમા વધુ સારી અને આધુનિક સુવિધા મળી રહેશે તેમ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણએ જણાવ્યું હતું. સરકાર દ્વારા આરોગ્યલક્ષી સેવાઓનો અવિરત વિકાસ થઈ રહ્યો છે, ત્યારે કઠલાલમા પણ આરોગ્યલક્ષી સુવિધાઓનો વિકાસ થાય તેવા ઉમદા ઉદે્શ થી સામુહિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનું ખાતમુર્હત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંત્રી દેવુસિંહ ચૌહાણએ જણાવ્યું હતું
કઠલાલ તેમજ તાલુકાની એકલાખ થી વધુ જનતાને સામુહિક આરોગ્ય કેન્દ્ર બનવાથી આરોગ્યલક્ષી સુવિધા મળી રહેશે તેમજ એમ.ડી ડોક્ટરની પણ સગવડતા મળી રહે તેવી વ્યવસ્થા કરાશે. અહિયા સાંસદ ની ગ્રાન્ટમાથી પી એમ રૂમની સુવિધા પણ બનાવી આપવાનું આયોજન કરવામાં આવનાર છે. છેવાડાના બાળકો અને નાગરિકો સુધી ભણતર સહીતની સુવિધા માટે કનેક્ટિવિટી મળી રહે તેનું આયોજન પણ કરવામાં આવ્યું છે
કેબિનેટ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, રાજયના નાગરિકોની આરોગ્યની સુખાકારીએ રાજય સરકારની પ્રાથમિકતા છે. નવીન આરોગ્ય કેન્દ્રમાં ગ્રાઉન્ડ ફ્લોર સાથે બે માળ નું બનશે. જેમાં ઇમર્જન્સી રૂમ તથા વોર્ડ, એક્સરે રૂમ, નવજાત શિશુ સંભાળ વિભાગ, ફિમેલ વોર્ડ, ઓપરેશન થિયેટર જેવી સુવિધા મળી રહેશે અને ચાર જેટલાં ડોક્ટરની ઓપીડી રહેશે. આ આરોગ્ય કેન્દ્ર બનવાથી કઠલાલ નગર તેમજ તાલુકાની જનતાને આરોગ્યલક્ષી ખુબજ સારી સુવિધાઓ મળી રહેશે તેમ જણાવ્યું હતું
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવે, વિપુલભાઈ પટેલ, ડોકટર જી.સી.પટેલ, કઠલાલ નગરપાલિકા પ્રમુખ રમીલા બેન થોરી, બિપીનભાઈ પટેલ, કઠલાલ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઇ પરમાર, કિરણસિંહ ડાભી, નગરપાલિકા ઉપપ્રમુખ હર્ષદભાઈ પટેલ, કઠલાલ મામલતદારશ્રી જીજ્ઞાબેન પટેલ, કઠલાલ ટીડીઓ જાંબુકા બેન, તાલુકા હેલ્થ ઓફિસર સૌરભ શાહ તેમજ કઠલાલ નગરપાલિકાના સદસ્યોં અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા