ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબરેશન વચ્ચે ગાંધીનગરમાં થયેલા MOU અંતર્ગત કચ્છના મુંદ્રામાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ અને અન્ય સહયોગી પ્લાન્ટની સ્થાપના થશે

ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબરેશન વચ્ચે ગાંધીનગરમાં થયેલા MOU અંતર્ગત કચ્છના મુંદ્રામાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ અને અન્ય સહયોગી પ્લાન્ટની સ્થાપના થશે

Views: 102
0 0
Spread the love

Read Time:1 Minute, 58 Second

કચ્છના મુંદ્રામાં સ્થપાશેઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ અને અન્ય સહયોગી પ્લાન્ટ


ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબરેશન વચ્ચે ગાંધીનગરમાં MOU સંપન્ન થયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબરેશન વચ્ચે ગાંધીનગરમાં થયેલા MOU અંતર્ગત કચ્છના મૂંદ્રામાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ અને અન્ય સહયોગી પ્લાન્ટની સ્થાપના થશે
આ પ્લાન્ટ અંદાજે રૂપિયા ૩૭,પ૦૦ કરોડના સૂચિત રોકાણ સાથે આકાર પામશે તેમજ ૩૪૦૦ થી વધુ લોકોને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટની તકો પૂરી પાડશે


વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રર સંદર્ભે રાજ્યમાં વધુ રોકાણો પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર અને POSCO-અદાણી વચ્ચે આ MOU થયા છે પાંચ મિલીયન ટન કેપેસિટીનો આ સૂચિત ઉત્પાદન પ્લાન્ટ ર૦ર૬ સુધીમાં કાર્યરત થશે. એટલું જ નહિ, ગ્રીન એનર્જી સાથેનો આ સ્ટિલ પ્લાન્ટ બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ MOU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા અદાણી ગૃપના સી.ઇ.ઓ કરણ અદાણીએ હસ્તાક્ષર કર્યા હતા. આ વેળાએ POSCO ઇન્ડીયાના સી.એમ.ડી, મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત